google-site-verification=JsXbtFZ7JbiDgi47DgVvyxSFYBKV8ZdF3O56aBlLhYU Sardar Heights Valsad: સી.સી.ટી.વી. કેમેરા પ્રોજેક્ટ

March 31, 2023

સી.સી.ટી.વી. કેમેરા પ્રોજેક્ટ

 સી.સી.ટી.વી. કેમેરા પ્રોજેક્ટ માં જાણ્યે અજાણ્યે થયેલ ભૂલો :


લગભગ ૩૫ લાખ થી વધુનો ગેરકાયદે ખર્ચ અને લગભગ ૩૫ લાખ વેડફ્યા.

 

(સાચા ખર્ચ ના આંક ના અભાવે અંદાજીત આંકડાઓ શેર કરું છું.)


1. કમિટી મેમ્બરો ને વિશ્વાસ માં ના લીધા. એમને કસી જાણ ના કરાઈ.


2. મળેલ માહિતી મુજબ ફક્ત ૩-૫ કમિટી મેમ્બરો જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી સમાવેશ થાય છે ને પૂરી માહિતી હતી.


3. બાકી ના કમિટી મેમ્બરનો વિરોધ કે સ્પષ્ટતા ને જોતા માલુમ પડે છે કે કોઈ કાયદેસરના ઠરાવ નથી થયા.


4. જૂની કમિટી ના નક્કી કરેલ રેટ ના વખાણો જોતા લાગે છે કે એમણે કોઈ તસ્દી લીધેલ નથી.


5. જૂની કમિટીએ કોઈપણ કેબલ (લીફ્ટ અને ફાયબર સીવાય) નાખવા માટે સરદાર હાઈટ્સ નાજ ઈલેક્ટ્રીશિયન (FOC) નો ઉપયોગ કરીશું એમ નક્કી કરેલ જેના કારણે કમિટી ના અપ્રુવલ મા પણ CAT6 એટલેકે કેમેરા નો કેબલ નાખવાના પર મીટર ચાર્જ નો કોઈ ઉલ્લેખ નથી કરેલ.


6. મુદ્દા ૫ વિષે કોઈ માહિતી ના હોવાથી કે કંઈક ખોતું કરવાના ઈરાદે ૧૫ રૂપિયે મીટર કામ આપ્યું જેનો ૧૭,૭૮૫ મીટર નો ખર્ચ રૂપિયા ૨૬૬,૭૭૫ આવેલ. બિલ માં આ રકમ આનાથી વધુ પણ હોઈ શકે છે.


7. ૧૦૦ નંગ કેમેરા ૩,૪૯૦ ભાવે ખરીદવાનું નક્કી થયેલ હોય તો સુ ૧૦૦ કેન્સલ કરી ૪૦ કેમેરા ખરીદીએ તો એ વેન્ડર સેમ રેટે આપશે ? તો શામાટે આપણે ૩૭૮ કેમેરા ૧૦૦ કેમેરાના ભાવ નક્કી થયેલ તેજ ભાવે ખરીદ્યા ? આ કોનો નિર્ણય હતો ? શામાટે ભાવ ઓછા ના કરાવ્યા ? આવુજ કેમેરા સિવાય અન્ય મટીરીયલ માં પણ થયેલ છે.


8. આટલી ક્વોન્ટીટી વધી છે તો પાછું ટેન્ડર બહાર પડવું જરૂરી હતું. ટેન્ડર ના L2 બીડર જોડે વાત કરી હતી ?


9. ઘણા કેમેરા ઓછા મેગા પિક્ષેલ ના લગાવાયા છે જ્યાં વધુ મેગાપિક્ષેલ ના કેમેરા ની આવશાક્યતા છે. આ જ્ઞાન નો અભાવ સ્પષ્ટ કરે છે.


10. કેબલ લેયિંગ કોણે વેરીફાઈ કર્યું છે એ જણાવું બહુ જરૂરી છે. કયા આધારે ?


11. કમિટીને એક પ્રકારના ખર્ચ ની વાર્ષિક ૯ લાખ ની સત્તા તો પછી ૬૦+ લાખ થી વધુ ખર્ચ કઈ રીતે કર્યો ? આ સંપૂર્ણ ગેરકાયદે છે. રીકવરી આવી શકે છે.


12. ૬૦+ લાખ ખર્ચ્યા હવે એનો જાળવણી ખર્ચ ? ૧૦% વાર્ષિક જાણવાની ખર્ચ ગણીએ તો મહીને ૫૦,૦૦૦ નોં અતિરિક્ત ખર્ચ આવશે. (જો સારી રીતે ચલાવીએ તો) અને ૫ વર્ષ ની લાઈફ ગણીએ તો ૫ વર્ષ પછી આમાંનો ૭૦% એટલે કે ૪૨ લાખ નો ખર્ચ પાછો કરવો પડશે.


13. હાલ કૅમેરા કોણ મોનીટરીંગ કરી રહ્યું છે ? જો મોનીટર ના થતું હોય તો આટલા બધા કૅમેરા લગાવી ને કોઈ મતલબ નથી.


14. શામાટે ફ્લોર વાઈઝ કેમેરા લગાવ્યા છે ? ફક્ત ઈલેક્શન માં આપેલ નાસમજ વચન પાડવા ?


15. અમને ઓટ બિલ્ડીંગ માં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક ટીવી જોઈએ અને અમારા બિલ્ડીંગ ના કેમેરા અમેજ જોઈ શકીએ વિગેરે ખોટી રજૂઆત કરનાર ક્યાં છુપાઈ ગયા ? એમની ઈચ્છા મુજબ તો કામ નથી થયું તોપણ કશું બોલતા નથી.


16. આજની તારીખે કેટલા ખર્ચ્યા સીસીટીવી પ્રોજેક્ટ માં ? કેટલા ચુકવવાના બાકી છે ? કોઈ કામ બાકી છે ? – આ માહિતી કોની પાસે છે ? ક્યારે શેર કરશે ?


From: Hetal Desai 



06-11-2023 to 04-12-2023

  સરદાર હાઇટ્સના સૌ રહેવાસીઓને નમસ્તે! નવી કમિટિ ચૂંટાઈ આવ્યાને આજે એક મહિનો પુરો થયો. પારદર્શિતા તરફ પહેલા પગલા તરીકે નવેમ્બર 2023ના હિસાબન...