સરદાર
હાઇટ્સ એસો.ના ચૂંટણી
જંગમાં પરિચય દેસાઇનો વિજય
વલસાડનો
ભાગડાવડા ગામે આવેલ સૌથી
મોટી રહેણાક સોસાયટી સરદાર -
હાઇટ્સ જી.
એચ.
બી.
એસોસિયેશનની રવિવારે યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખ તરીકે શહેરના જાણીતા એડવોકેટ પરિચય દેસાઇનો ભવ્ય વિજય થયો
હતો.
એસો.ના પ્રમુખપદ માટે
ત્રણ દાવેદારો ચૂંટણી મેદાનમાં રહ્યા હતા. જયારે ઉપપ્રમુખ
તરીકે તુષારભાઈ - માવાણી, સેક્રેટરી તરીકે સુમિત સુરતી અને ખજાનચી તરીકે
અતુલ ભટ્ટાસણા આ અગાઉ જ
બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. ગતરોજ પ્રમુખપદ
ઉપરાંત ૦૨, કારોબારી સભ્ય
માટેની ચૂંટણી ગૃહા. બોર્ડના અધિકારીઓની દેખરેખ સાથે સંકુલના ચૂંટણી
અધિકારીઓ વત્સલ પાંચાલ, સંપત પટેલ અને
નિલેશ
પટેલના
અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. પ્રમુખપદ માટેના
ત્રિપાંખિયા જંગમાં
પરિચય
દીપકભાઇ દેસાઇને ૫૯૫માંથી ૩૪૯ મતો મળ્યા
હતાં. તો ગત ટર્મના
પ્રમુખ હેતલ દેસાઇને ૧૦૩
અને અન્ય એક ઉમેદવાર
કમલ પૂજારીને ૧૦૯ મત મળ્યા
હતા. આમ એડવોકેટ પરિચય
દેસાઈનો ઝળહળતો વિજય થયો હતો.
જયારે કારોબારી કમિટી સભ્યની ચૂંટણીમાં પૂર્ણ બિલ્ડિંગમાં સારંગ પાનવાલા અને પાર બિલ્ડિંગમાં
ભૂપેન્દ્ર ચુડાસમાનો વિજય થયો હતો.
નવા
પ્રમુખ પરિચય દેસાઈએ જણાવ્યું કે, સંકુલના ૭
હજાર લોકોને એકસૂત્ર બનાવવા, બંધાને સાથે રાખીને ચાલવું
અને ભૂતકાળમાં જે કોઈ ભાગલાઓ
જાણ્યે-અજાણ્યે બની ગયા હોય
તે સૌને ભેગાં કરી
સંકુલને વિકાસના રસ્તે લઇ જવો તેમનો
અને સમગ્ર ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય રહેશે.