google-site-verification=JsXbtFZ7JbiDgi47DgVvyxSFYBKV8ZdF3O56aBlLhYU Sardar Heights Valsad: March 2023

March 31, 2023

સી.સી.ટી.વી. કેમેરા પ્રોજેક્ટ

 સી.સી.ટી.વી. કેમેરા પ્રોજેક્ટ માં જાણ્યે અજાણ્યે થયેલ ભૂલો :


લગભગ ૩૫ લાખ થી વધુનો ગેરકાયદે ખર્ચ અને લગભગ ૩૫ લાખ વેડફ્યા.

 

(સાચા ખર્ચ ના આંક ના અભાવે અંદાજીત આંકડાઓ શેર કરું છું.)


1. કમિટી મેમ્બરો ને વિશ્વાસ માં ના લીધા. એમને કસી જાણ ના કરાઈ.


2. મળેલ માહિતી મુજબ ફક્ત ૩-૫ કમિટી મેમ્બરો જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી સમાવેશ થાય છે ને પૂરી માહિતી હતી.


3. બાકી ના કમિટી મેમ્બરનો વિરોધ કે સ્પષ્ટતા ને જોતા માલુમ પડે છે કે કોઈ કાયદેસરના ઠરાવ નથી થયા.


4. જૂની કમિટી ના નક્કી કરેલ રેટ ના વખાણો જોતા લાગે છે કે એમણે કોઈ તસ્દી લીધેલ નથી.


5. જૂની કમિટીએ કોઈપણ કેબલ (લીફ્ટ અને ફાયબર સીવાય) નાખવા માટે સરદાર હાઈટ્સ નાજ ઈલેક્ટ્રીશિયન (FOC) નો ઉપયોગ કરીશું એમ નક્કી કરેલ જેના કારણે કમિટી ના અપ્રુવલ મા પણ CAT6 એટલેકે કેમેરા નો કેબલ નાખવાના પર મીટર ચાર્જ નો કોઈ ઉલ્લેખ નથી કરેલ.


6. મુદ્દા ૫ વિષે કોઈ માહિતી ના હોવાથી કે કંઈક ખોતું કરવાના ઈરાદે ૧૫ રૂપિયે મીટર કામ આપ્યું જેનો ૧૭,૭૮૫ મીટર નો ખર્ચ રૂપિયા ૨૬૬,૭૭૫ આવેલ. બિલ માં આ રકમ આનાથી વધુ પણ હોઈ શકે છે.


7. ૧૦૦ નંગ કેમેરા ૩,૪૯૦ ભાવે ખરીદવાનું નક્કી થયેલ હોય તો સુ ૧૦૦ કેન્સલ કરી ૪૦ કેમેરા ખરીદીએ તો એ વેન્ડર સેમ રેટે આપશે ? તો શામાટે આપણે ૩૭૮ કેમેરા ૧૦૦ કેમેરાના ભાવ નક્કી થયેલ તેજ ભાવે ખરીદ્યા ? આ કોનો નિર્ણય હતો ? શામાટે ભાવ ઓછા ના કરાવ્યા ? આવુજ કેમેરા સિવાય અન્ય મટીરીયલ માં પણ થયેલ છે.


8. આટલી ક્વોન્ટીટી વધી છે તો પાછું ટેન્ડર બહાર પડવું જરૂરી હતું. ટેન્ડર ના L2 બીડર જોડે વાત કરી હતી ?


9. ઘણા કેમેરા ઓછા મેગા પિક્ષેલ ના લગાવાયા છે જ્યાં વધુ મેગાપિક્ષેલ ના કેમેરા ની આવશાક્યતા છે. આ જ્ઞાન નો અભાવ સ્પષ્ટ કરે છે.


10. કેબલ લેયિંગ કોણે વેરીફાઈ કર્યું છે એ જણાવું બહુ જરૂરી છે. કયા આધારે ?


11. કમિટીને એક પ્રકારના ખર્ચ ની વાર્ષિક ૯ લાખ ની સત્તા તો પછી ૬૦+ લાખ થી વધુ ખર્ચ કઈ રીતે કર્યો ? આ સંપૂર્ણ ગેરકાયદે છે. રીકવરી આવી શકે છે.


12. ૬૦+ લાખ ખર્ચ્યા હવે એનો જાળવણી ખર્ચ ? ૧૦% વાર્ષિક જાણવાની ખર્ચ ગણીએ તો મહીને ૫૦,૦૦૦ નોં અતિરિક્ત ખર્ચ આવશે. (જો સારી રીતે ચલાવીએ તો) અને ૫ વર્ષ ની લાઈફ ગણીએ તો ૫ વર્ષ પછી આમાંનો ૭૦% એટલે કે ૪૨ લાખ નો ખર્ચ પાછો કરવો પડશે.


13. હાલ કૅમેરા કોણ મોનીટરીંગ કરી રહ્યું છે ? જો મોનીટર ના થતું હોય તો આટલા બધા કૅમેરા લગાવી ને કોઈ મતલબ નથી.


14. શામાટે ફ્લોર વાઈઝ કેમેરા લગાવ્યા છે ? ફક્ત ઈલેક્શન માં આપેલ નાસમજ વચન પાડવા ?


15. અમને ઓટ બિલ્ડીંગ માં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક ટીવી જોઈએ અને અમારા બિલ્ડીંગ ના કેમેરા અમેજ જોઈ શકીએ વિગેરે ખોટી રજૂઆત કરનાર ક્યાં છુપાઈ ગયા ? એમની ઈચ્છા મુજબ તો કામ નથી થયું તોપણ કશું બોલતા નથી.


16. આજની તારીખે કેટલા ખર્ચ્યા સીસીટીવી પ્રોજેક્ટ માં ? કેટલા ચુકવવાના બાકી છે ? કોઈ કામ બાકી છે ? – આ માહિતી કોની પાસે છે ? ક્યારે શેર કરશે ?


From: Hetal Desai 



March 29, 2023

તારીખ 28-03-2023 મીટીંગ

 ગઈ કાલે તારીખ 28-03-2023 M2 Mall નાં પરિવાર રેસ્ટોરન્ટ માં થયેલ મીટીંગ નાં સંપૂર્ણ રેકોર્ડિંગ છે. તમામ સભ્યો જે ગઈ કાલે મીટીંગ માં આવી નહિ શક્યા તે જોઈ શકે

 

https://drive.google.com/file/d/1oUUnBZw2IA8xCDd5TO_0CUrTqfr6qTld/view?usp=sharing






March 27, 2023

Sardar Heights Illegal Temple Construction In High Court

 Sardar Heights Illegal Temple Construction In High Court today 27 March 2023




Sardar Heights Illegal Temple Construction In High Court

Sardar Heights


March 17, 2023

વાંધા અરજી ને ગ્રાહ્ય રાખી

 

આદરણીય સભ્યો,

આપણી વાંધા અરજી ને ગ્રાહ્ય રાખી સર્વિસ સોસાયટી ની નોંધણી હાલ પુરતી સ્થગિત રાખી છે. આપ સૌની જાણ ખાતર.

આપાડો વિરોધ મેમ્બરોને અંધારામાં રાખી સર્વિસ સોસાયટી ની NOC મેળવવા માટે અને એની નોંધણી ની પ્રક્રિયા ની છેલ્લી ઘડી સુધી મેમ્બરોને જાણ ના કરવા ના કારણે છે. જી.બી.એમ. માં વિસ્તૃત ચર્ચા કરી ઈલેક્શન કર્યા વિના પસંદગીના ૨૧ મેમ્બરો નક્કી કરાયા. વિના જાહેર ઠરાવ ૫ વર્ષ ની સત્તા માટે જે તખ્તો બેસાડવા પ્રયત્ન કર્યા એનો વિરોધ છે.

જી.એચ.બી. તરફથી જે NOC મળેલ છે એમાં કોઈ સ્પષ્ટતા નથી, જે મેળવવી ઘણી જરૂરી છે.


આ પ્રક્રિયા માં સાથ આપનાર સૌનો ખુબ ખુબ આભાર 🙏


આભાર,


હેતલ દેસાઈ

March 15, 2023

ગુજરાતરાજ્ય સહકારી અધિનિયમ 1961 હેઠળ નોંધણી ( રજીસ્ટ્રેશન ) કરવાં માટે NOC FROM GHB


 

અલગ અલગ સોસાયટી બનાવવા માટે

 


ધન્યવાદ ...ધન્યવાદ ...🙏🏻🙏🏻🌹

ડો . જીતેન સુરતી સાહેબે બધાની વચ્ચે 18 બિલ્ડીંગ ની અલગ અલગ સોસાયટી બનાવવા ની ઘોષણા કરી એ ખુબજ આનંદ ના સમાચાર છે .

ખરેખર તમારી વાત સાચી છે કે 18 સોસાયટી નું સંચાલન એક વ્યક્તિ નહિ કરી શકે અને એમાં ગડબડ થવાના ચાન્સ છે.


અને આમ પણ અમે આગળ જણાવ્યું એમ મુંબઈ માં MHADA ( મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ) દ્વારા ઘણી બધી જગ્યાએ LAY OUT બનાવ્યા છે જેમ કે 

બાંદ્રા ઇસ્ટ માં MIG કોલોની 

ગોરેગાંવ માં બાગુર નગર 

ઘાટકોપર માં પંથ નગર 

મલાડ માં એકતા નગર 

કાંદિવલી માં ચારકોપ 

અને બીજા અનેક LAY OUT માં 10 થી 50 બિલ્ડીંગ આવેલ છે અને આ દરેક બિલ્ડીંગ ની સોસાયટી અલગ અલગ બનાવેલ છે.


આવીરીતે અલગ અલગ સોસાયટી બનવાથી દરેક સોસાયટી નો ખર્ચ અને હિસાબ તે મેમ્બર પાસે રહેશે અને ટ્રાંસપરસી રહેશે 

અને દરેક સોસાયટી એ એસોસિયેશન ને કોમન યુઝ  માટે થોડો મેન્ટેન્સ નો હિસ્સો આપવો પડે , કારણ કે કોમન  સ્ટ્રીટ લાઈટ , સાફ સફાઈ , સેક્યુરીટી  વગેરે વગેરે ....


તો  દરેક સોસાયટી ના મેમ્બર ને જણાવવાનું  કે આપડે GHB ( ગુજરાત હાઉસિંગ બોર્ડ ) ને Gujarat Housing Act 1961 પ્રમાણે સોસાયટી બનાવવા માટે અરજી કરીયે


ધન્યવાદ 🙏🏻


અભિનંદન જીતેન ભાઈ  .તમારો ખુબજ સરસ વિચાર ....🤝🏻

March 12, 2023

પ્રિયા રહેવાસીઓ

 પ્રિયા રહેવાસીઓ

આજ નો દિવસ એટલે ૧૦ માર્ચ ૨૦૨૩ નો સંકુલ માટે કાળો દિવસ તરીકે યાદ કરવા માં આવશે કોઈ પણ જાત ના કારણ વગર હાલ ના એસોસિયેશન ના  મંત્રી ને પદ થી કોઈ પણ કાયદા વગર દૂર કરવા માં આવ્યા .

રહેવાસીઓ હાલ ના એસોસિયશને સત્તા પર લાવ્યા એનું મુખ્ય કારણ પારદર્શિતાં મુદ્દો પર લોકો એ જંગી બહુમત આપ્યો હતો. લોકો ની હાલ ના એસોસિયશન પર ખૂબ જ વિશ્વાસ હતો કે એવો પારદર્શિતા ના મુદ્દા પર કામ કરશે. પણ હાલ ના અમારા દ્વારા બનાવેલા પ્રમુખ અને ખજાનચી શ્રી ને હું એટલે સેક્રેટરી વાર વાર પારદર્શિતા ની વાતો કરતા હતા પણ એવો વાતો ને ફગાવી દેતા હતા.

હું શું સંકુલ માટે કર્યું એ માર મોઢે કહેવા કરતાં આજે લોકો ના મેસેજ અને ફોનો દ્વારા ખ્યાલ આવી ગયો કે સંકુલ ના સભ્યો મારા માટે જે સમ્માન છે એ ના માટે કેટલા પણ સબ્દો ઓછા પડશે.

આજે પ્રમુખ શ્રી દ્વારા દરેક ગ્રુપો માં મોકલેલા લેટર કયા આધાર પર મને મારા પદ પરથી દૂર કર્યા એ મને ખ્યાલ નથી. 

પ્રમુખ શ્રી ને થોડા સવાલો

શું પારદર્શિતા લાવવા માટે ની લડત નું ફળ છે?

શું સંકુલ ના સભ્યો ને કો - ઓપરેટિંવ હાઉસિંગ સોસાયટી અને કો - ઓપરેટિંવ હાઉસિંગ સર્વિસ સોસાયટી માટે સામાન્ય સભા બોલાવી લોકો ને જાગૃત કરવા એ કોઈ પાપ કર્યું કે એસોસિયેશન વિરુદ્ધ કાર્ય કર્યું કહેવાય?.

હું સોસાયટી રજિસ્ટરેશન ના વિરુદ્ધ નથી પણ જે રીતે પ્રમુખશ્રી  અને ખજાનચી શ્રી ઉતાવળ કરી રહ્યા છે તે પરથી આ હોદ્દેદારો ખૂબ જ શંકાસ્પદ ભૂમિકા  ભજવી રહ્યા છે એવું લાગી રહ્યું છે.

આપ જોઈ સકો છો સંકુલ નો પ્રમુખ લોકો સમક્ષ જવા માટે ડરી રહ્યો છે

હું  પ્રમુખ શ્રી ને પૂછવા માંગીશ કે ૧૨ કલાક માં એવું શું થયું કે આપે પબ્લિક ગ્રૂપ માં નોટિસ મૂકી કે સાગર પાટીલ ને સેક્રેટરી પદ થી દુર કર્યા છે તો એ કયા કાયદા ના અંધાર પર દૂર કર્યા?

મારો બીજો સવાલ કે આપ નવા સેક્રેટરી કોને નિમણુંક કાર્ય અને કયા કાયદા ના આધારે નિમણુક કાર્ય?

પ્રમુખ શ્રી દ્વારા જે પ્રોગ્રેસીવ ગ્રુપો બનવા માં આવ્યા છે એનું સેટિંગ કેમ ફકત સેન્ડ એડમની ઓનલી કરવા માં આવ્યું છે?

શું આપ સંકુલ ના રહેવાસીઓ ના સવાલ ના જવાબો થી ડરી રહ્યા છો?

શું આપ સંકુલ ના રહેવસિવો થી દુર ભાગી રહ્યા છો

લોકો ના ઘરે ઘરે જઈ ને કો - ઓપરેટિંવ હાઉસિંગ સર્વિસ સોસાયટી માટે રજીસ્ટ્રેશન માટે સાઈન લઈ કાયદા વિરુદ્ધ નું કામ કરી રહ્યા છે એ દરેક સભ્યો એ જવાબ આપવો પડશે અને કાયદા કિય રીતે એમના પર આવનાર સમય માં કાર્ય વહી થશે. જે જે સભ્યો સાઈન લઈ રહ્યા છે એ દરેક ના વીડિયો ગ્રાફિ અને ફોટો ગ્રાફી અમારા પાસે આવી ગયા છે.

મિત્રો આપ સમજી સકો છો કે હોદ્દેદારો કેમ મારા થી ડરી રહ્યા છે.


સત્ય ની જીત હમેશા થાય છે હાલ હું મારા માટે નથી લડી રહ્યો પણ સંકુલ ના રહેવાસીઓ મારા માટે લડી રહ્યા છે. સંકુલ નાં પ્રમુખ પોતા નું અસ્તિત્વ ટકાવવા માટે સવાર થી જે અફડા તફડી કરી રહ્યા છે તે પરથી લોકો સમજી રહ્યા છે.

આ ફરક છે સંકુલ ના પ્રમુખ અને સંકુલ ના સેક્રેટરી માટે


સત્ય નું અસ્તિત્વ કોઈ ગમે તેટલું મટાવા માંગશે પણ એનો જવાબ આપ ઇતિહાસ માંથી લઈ સકો છો


મને સંકુલ ના લોકો એ જે સેવા માટે ચૂંટી લાવ્યા હતા એ હું ખૂબ ઈમાનદારી પૂર્વક અને નીડરતા અને સાહસિક પૂર્વક પરી પૂર્ણ કર્યું છે એમાં મારે કોઈના સર્ટીફીકેટ ની જરૂર નથી.


આજ ના કૃત્ય થી પ્રમુખ નું અસ્તિત્વ પૂરું થઈ ગયું એ સાબિત થઈ ગયું. હાલ ના પ્રમુખ કોઈને પણ સાથે લઈ  ચાલવા અસફળ રહ્યા છે એ સાબિત થઈ ગયું


સત્ય માટે મારા પર આપ જે પણ ટેગ લગાવા માંગો લગાવી સકો છો.

ભરત સોની નો માણસ

હેતલ દેસાઈ નો માણસ

ભરત દેસાઇ નો માણસ (હાલ જ નવો ટેગ લાગ્યો છે)

ધર્મ વિરોધી

મંદિર વિરોધી


હું દરેક ટેગ ને સહન કરી સકું છું કારણ કે ઉપૃક્ત દરેક મહાનુભવો એ સંકુલ ના માટે યોગદાન આપ્યું છે એ ભૂલી ના સકાય. હું એવો કોઈ ટેગ સહન નહિ કરી સકું જે સિધ્ધત વિરોધી હોય. લોકો સમજદાર છે બધું સમજે છે.


આભાર 

સાગર પાટીલ

સેક્રેટરી

સરદાર હાઈટ્સ એસોસિયેશન



March 11, 2023

અસાધારણ જનરલ સભા

 પ્રિય રહેવાસીઓ


અસાધારણ જનરલ સભા


અત્રે સૂચના આપવામાં આવે છે કે સરદાર હાઇટ્સ એસોસિએશન ના સભ્યોની સામાન્ય સભા 12મી માર્ચ 2023ના રોજ સવારે 10.30 કલાકે

દમણગંગા બિલ્ડીંગ ના પાછળ ના ભાગ માં નાના ગાર્ડન પાસે યોજવા માં આવી રહી છે.


નીચેના મુદ્ધવો પર ચર્ચા 


૧).સરદાર હાઈટ્સ સંકુલમાં સભ્યોના મનમાં હાલમાં ચાલી રહેલ સર્વિસ સોસાયટી વિશે ગુંચવણની ચોખવટ કરવા બાબત.


૨).સભ્યો પાસેથી બાકી નીકળતી મેન્ટેનન્સ ની રકમ વિશે ચર્ચા 


૩).સંકુલમાં નખાયેલા સ્પીડ બ્રેકર વિશે જાણકારી.


૪).આવનાર નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ ના મેન્ટેનન્સ ની સૂચના જાહેર કરવા બાબત


૫) સભા અધ્યક્ષ ની  પરવાનગી સાથે અન્ય કોઈપણ બાબત.


સાગર પાટીલ 

સેક્રેટરી

સરદાર હાઈટસ એસોસિયેશન

March 10, 2023

Notice



 

March 5, 2023

મંદિરનો કોઈ વિરોધ નથી.

 

🟢મંદિરનો કોઈ વિરોધ નથી.  ચાલો હવે જોઈએ કે શું વિરોધ થઈ રહ્યો છે.🟢

તાજેતરમાં જ મહાશિવરાત્રિ પર, રાત્રે 10.00 વાગ્યા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ પ્રતિબંધિત કરવા પ્રમુખને લેખિત વિનંતી કરવામાં આવી હતી.  શરૂઆતમાં પ્રમુખ આમ કરવા માટે લેખિતમાં સંમત થયા હતા.  જોકે મારા આશ્ચર્ય વચ્ચે રાત્રે 11.30 વાગ્યે સંપૂર્ણ લાઉડસ્પીકર પર અસહ્ય અવાજ આવ્યો.  પૂછપરછ કરવા પર, પ્રમુખે નીચે મુજબનો શબ્દશઃ જવાબ આપ્યો. “રાધે રાધે ભરતભાઈ... 🙏🙏 માફ કરશો ભક્તો ની ડિમાન્ડ ને કારણે મોડું થયું .. 🙏🙏”

પ્રમુખને નીચેના જેવા ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.  જોકે તેણે કોઈ જવાબ ન આપવાનું પસંદ કર્યું. આપણે ધ્વનિ પ્રદૂષણ તથા અતિક્રમણના ભોગ બન્યા છીએ.

ભગવાન મા મારી પણ આસ્થા છે હું પણ આસતિક છું પણ હિન્દુ ધર્મ તો સહિષ્ણુતાઅને સર્વ ધર્મ સન્માન શીખવાડે છે. 

1 શું એ હકીકત નથી કે ઇસ્કોન અને કૃષ્ણ મંદિરો શયન દર્શન પછી, મંગળા આરતી સુધી બંધ કરીને શાંતિ જાળવી રાખવામાં આવે છે?

2 શું એ સાચું નથી કે પ્રમુખશ્રીએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે તેઓ માત્ર એક નાનું પ્લેટફોર્મ બનાવી રહ્યા છે.?  શું વર્તમાન માળખું નાનું પ્લેટફોર્મ છે?  શું તે સફેદ દિવસનું જૂઠ ન હતું?  ખોટું બોલવાની શું જરૂર હતી?

3 બહારના લોકોના આવવા-જવા પર કોઈ નિયંત્રણ છે?  જ્યારે મોટી ભીડ એકઠી થાય ત્યારે સંકુલના રહેવાસીઓની સલામતી શું છે?

4 મંદિર માટે કોણ ખર્ચ કરે છે?  દાન પેટી શા માટે રાખવામાં આવે છે?  દાન પેટી પર સિસ્ટમ નિયંત્રણ શું છે?  શું તે ધર્મની આડમાં ધંધો છે?  જો એસોસિએશન ફંડનો ઉપયોગ કરવામાં આવે તો શું તે વપરાશકર્તાની પરવાનગી છે?  જો પ્રાઈવેટ ફંડનો ઉપયોગ કરવામાં આવે છે, તો શું કોઈ એકાઉન્ટ જાહેર કર્યા વિના હાર્ડ રોકડ સાથે સંકળાયેલી કોઈપણ વ્યક્તિ પ્રવૃત્તિ શરૂ કરી શકે છે?

5 શું એ જરૂરી છે કે જબરદસ્તીથી અતિક્રમણ કરાયેલ જગ્યા પર સદંતર જૂઠું બોલીને મંદિર બાંધવામાં આવે?

6 પ્રશ્ન એ થાય છે કે કે પછી કોણ છે આ ભક્તો? ક્યાં રહે છે? 

7 શું માઈક વગર ભગવાનને પ્રાર્થના નથી સંભળાવવાની? 

8 શા માટે અડધી રાત સુધી ઘોંઘાટ કરવાનો આગ્રહ રખાય છે? 

9 HIG નિવાસીઓની મુક્ત અવરજવર કેમ અવરોધાય છે?

10 વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા, દર્દીઓ અને વૃદ્ધોની ઘોંઘાટ ઘટાડવાની વિનંતીને કેમ અવગણવામાં આવે છે?

11 અને જો ભક્તોની લાગણીનું આટલું મહત્વ હોય તો આપણા રહેણાંક સંકુલ રહેવાસીઓને થતી કનડગતનું શું? 

12 શા માટે અમારી માંગણીઓની અવગણના કરવામાં આવે છે? 

13 શું આપણા રહેણાંક સંકુલ સુખ શાંતિની ચાવી ભક્તોના હાથમાં છે? 

14 અને પ્રમુખ તરીકે તમે આપેલ વચન નો અનાદર યોગ્ય લાગે છે? 

15 તમારી પ્રમુખ તરીકેની સત્તાનું શું કોઈ જ મૂલ્ય નથી? 

આ સંકળાયેલા વાસ્તવિક મુદ્દાઓ છે.  અને અસંવેદનશીલ રીતે કહેવાય છે કે કેટલાક લોકો મંદિરનો વિરોધ કરે છે.  જનતા સ્માર્ટ છે.  તેઓ ઉપરોક્ત હકીકતો પછી નિર્ણય લેશે.


March 4, 2023

છેલ્લી નોટિસ

 *સરદાર હાઈટ્સ ના પ્રમુખ નું રાજીનામું આપવા બાબત!?* 

*હાલમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ ,સુરત તરફથી આવેલ પત્ર  છેલ્લી નોટિસ 

 ( નં .જાવ્યુ.સી બી સુરત /814, તારીખ 27-02-2023)  મુજબ સરદાર હાઈટ્સ ના પ્રમુખ શ્રી દ્વારા સંકુલમાં અન-અધિકૃત  બાંધકામ કરવા માટે GHB જી કલમ 13 ના મુદ્દા નં (ઈ ) મુજબ ગુનો કરવામાં આવ્યો હોઈ એવું જણાવવામાં આવ્યું છે.* 


*માટે એક ગુનેગાર તરીકે પ્રમુખ શ્રી ને સરદાર હાઈટ્સ ના પ્રમુખ તરીકે રહેવાનો હક્ક દૂર થાય છે અને  એમને આ પદ પરથી તાત્કાલિક રાજુનામુ આપવું જોઈએ !?*







06-11-2023 to 04-12-2023

  સરદાર હાઇટ્સના સૌ રહેવાસીઓને નમસ્તે! નવી કમિટિ ચૂંટાઈ આવ્યાને આજે એક મહિનો પુરો થયો. પારદર્શિતા તરફ પહેલા પગલા તરીકે નવેમ્બર 2023ના હિસાબન...